Tuesday, September 26, 2017

Man will be Man

પુરુષ એટલે શું? MUST READ! -  (Kajal Oza Vaidya)

પુરુષો વિશે
પુરુષો દ્વારા ઘણું લખાયુ છે.
પણ
જ્યારે એક સ્ત્રી
પુરુષ વિશે લખે
ત્યારે તે
વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે શું ?

પુરુષ એટલે
પત્થરમાં પાંગરેલી કૂંપળ.

પુરુષ એટલે
વજ્ર જેવી છાતી પાછળ
ધબકતું કોમળ હૈયુ.

પુરુષ એટલે
ટહુકાને ઝંખતુ વૃક્ષ.

પુરુષ એટલે
તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.

પુરુષ એટલે
રફટફ બાઇકમાં ઝૂલતું
હાર્ટશેપનું કીચેઇન.

પુરુષ એટલે
બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.

પુરુષ એ નથી
જે ફિલ્મો
કે ટી.વી.માં જોવા મળે છે

પુરુષ એ છે
જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.

પુરુષ એમ કહે કે
'આજે મૂડ નથી,
મગજ ઠેકાણે નથી'
પણ
એમ ના કહે
કે
'આજે મન ઉદાસ છે.'

સ્ત્રી સાથે
ઘણી વાતો શેર કરી શકતો પુરુષ
પોતાના દર્દ શેર નથી કરી શકતો.

સ્ત્રી
પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે.
જ્યારે પુરુષ
સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓને
પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે
એ જ વખતે
એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.

હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે
ત્યારે
પુરુષનો દિવસ સુધરી જાય છે.

જીતવા માટે જ જન્મેલો પુરુષ
પ્રેમ પાસે હારી જાય છે
અને જ્યારે એ જ પ્રેમ
એને છોડી જાય
ત્યારે
તે મૂળ સોતો ઉખડી જાય છે.

સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે
પણ...
બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.

ધંધામા
કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ
ભાગીદારનો દગો ખમી નથી શકતો.

સમર્પણ એ સ્ત્રીનો
અને
સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે
પણ
પુરુષ જેને સમર્પિત થાય
એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

પરણવું અને પ્રેમ કરવો
એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે,
પુરુષ માટે નહી.

એક જ પથારીમાં
અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે
પણ ફરિયાદ કરતો નથી.

પુરુષને સમાધાન ગમે છે,
પણ
જો એ સામે પક્ષેથી થતુ હોય તો.

ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.

સ્ત્રીનું રુદન
ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે
પણ પુરુષનું રુદન
એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!

કહેવાય છે કે
'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'
હું કહુ છુ
પુરુષને બસ.. સમજી લો..
આપોઆપ ચાહવા લાગશો.

🙏

Sunday, September 24, 2017

Udaan

जब हौसला बना लिया ऊँची उड़ान का!
फिर देखना फ़िजूल है, कद आसमान का!!